મુંબઈઃ હાલ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ પૂરજોશમાં ચાલે છે. ભારત તેની પાંચેય મેચ જીતીને ટોચ પર છે. ટીમ ભારતનો હવે પછી મુકાબલો 29 ઓક્ટોબરે લખનઉમાં વર્તમાન ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ સામે છે.
પરંતુ, સ્પર્ધાની અધવચાળે ભારતનો કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર કે.એલ. રાહુલ થોડાક સમય માટે પોતપોતાના ઘેર પાછા ફર્યા છે. આ ત્રણેય ખેલાડી એમના કુટુંબીજનોને મળવા આવ્યા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોએ આ વિશે કહ્યું કે, ભારતની હવે પછીની મેચ 7 દિવસ પછી રમાવાની છે. તેથી ખેલાડીઓને એમના ઘેર જવા દેવાનો નિર્ણય યોગ્ય છે. જેથી તેઓ થોડોક સમય એમના પરિવારજનો સાથે રહી શકશે.
