RCB Vs CSK: ધોનીએ બેટ્સમેનો પર હારનું ઠીકરું ફોડ્યું

નવી દિલ્હીઃ IPL 2022માં બુધવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 13 રનથી હરાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટન બન્યા પછી CSKની આ પહેલી હાર છે, જ્યારે RCB સતત ત્રણ  મેચ હાર્યા પછી આ મેચ જીતી છે. આ મેચમાં RCBએ પહેલાં બેટિંગ કરતાં 173 રન બનાવ્યા હતા, પણ ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી. CSKને છેલ્લી ઓવરમાં જીતવા માટે 31 રનની જરૂર હતી, પણ ચેન્નઈની ટીમ 17 રન જ બનાવી શકી હતી, જેમાં બે છગ્ગા અને એક ચોક્કો સામેલ હતો. આવામાં CSK આ મેચ 13 રનોથી હારી હતી. ધોની આ મેચમાં માત્ર બે રન બનાવી શક્યો હતો અને એ આઉટ થતાં CSKની આશા પર પાણી ફરી વળ્યું હતું.

IPLમાં ચેન્નઈ માટે એમએસ ધોનીની આ 200મી મેચ છે. તે વિરાટ કોહલી પછી કોઈ પણ એક ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનારો માત્ર બીજો ખેલાડી બની ગયો છે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • RCB: ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, વાણિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.
  • CSK: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, સિમરજિત સિંહ, મુકેશ ચૌધરી, મહિષ થિક્ષ્ણા