રાહુલ દ્રવિડ ભાજપ યુવામોરચાની બેઠકમાં હાજરી આપશે

શિમલાઃ ભારતની ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ 12-15 મે દરમિયાન હિમાચલ પ્રદેશના ધરમશાલામાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં હાજરી આપશે. આ જાણકારી ભાજપના ધરમશાલા ખાતેના વિધાનસભ્ય વિશાલ નેહરીયાએ આપી છે. તે બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા તથા પક્ષના અન્ય હોદ્દેદારો અને કેન્દ્રીય પ્રધાનો પણ હાજર રહેવાના છે. ત્રણ-દિવસીય સત્રમાં ભાજપશાસિત હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, 68-બેઠકની હિમાચલ પ્રદેશ વિધાનસભાની આ જ વર્ષે ચૂંટણી નિર્ધારિત છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 44 સીટ જીતી હતી, જે સરકાર રચવા માટે અડધા ભાગની, એટલે કે 35 સીટ કરતાં ઘણી વધારે હતી. અગાઉની શાસક કોંગ્રેસ પાર્ટીને 21 સીટ મળી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]