વિશ્વની અસલી અજાયબી ‘તાજ મહેલ’: એલન મસ્ક

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ અને ટ્વિટરના બોસ એલન મસ્કને તાજમહેલ ખૂબ પસંદ આવ્યો છે. તેમણે મોગલ શાસક શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા આ ઐતિહાસિક સ્થળને વિશ્વની અસલી અજાયબી ગણાવતાં ભારત પ્રવાસની વાતો સોશિયલ મિડિયા ટ્વિટર પર શેર કરી હતી. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે એ અદભુત છે. મેં વર્ષ 2007માં ભારતના પ્રવાસ કર્યો હતો અને તાજ મહેલને જોયો હતો. એ વિશ્વની એક અજાયબી છે.

રસપ્રદ વાત એ છે કે મસ્ક પોતાના ભારત પ્રવાસ વિશે બતાવતા હતા, ત્યારે તેમની માતાએ દાદા-દાદીના પ્રવાસ વિશે જણાવ્યું હતું.

તેમની માતા માયે મસ્કે ટ્વીટ કરીને મસ્કના દાદા-દાદીનો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે 1954માં તમારા દાદા-દાદી દક્ષિણ આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા જતા હતા, ત્યારે તેઓ તાજમહેલ જોવા ગયા હતા. એક એન્જિનવાળા પ્રોપેલર વિમાનમાં રેડિયો અથવા GPS વિના આ પ્રવાસ કરવાવાળી એકમાત્ર વ્યક્તિ છે. તેમનું આદર્શ વાક્ય ‘ખતરનાક તરીકે જીવો, પણ… સાવધાનીથી જીવો’ હતું.

તેમણે એક દિવસ પહેલાં એક ટવીટ કર્યું હતું, જેણે સોશિયલ મિડિયા પર ધમાલ મચાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે રહસ્યમય રીતે મારું મોત થાય તો –તેમણે લખ્યું હતું કે રહસ્યમય પરિસ્થિતિમાં હું મરી જાઉં તો –મને એ જાણીને સારું લાગી રહ્યું છે. જેથી તેમની માતાએ તેમને ફટકાર લગાવતાં કહ્યું હતું કે ના એ ફની નથી.

ફોર્બ્સના જણાવ્યાનુસાર વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ 273.6 અબજ ડોલરની છે. તેમણે સોશિયલ નેટવર્કિગ જાયન્ટ ટ્વિટરને અબજો ડોલરમાં ખરીદી હતી.