પટનાઃ દેશનો ટોચનો કુસ્તીબાજ બજરંગ પુનિયા ગયા અઠવાડિયે 27 વર્ષનો થયો. એ 4-7 માર્ચ દરમિયાન ઈટાલીના રોમમાં યોજાનાર મેટીઓ પેલીકોન વર્લ્ડ રેન્કિંગ સિરીઝમાં ભાગ લેવાનો છે. એણે કહ્યું છે કે આ વર્ષે ટોકિયોમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાવાનો છે અને તે પૂરો થાય ત્યાં સુધી પોતે પોતાના સોશિયલ મિડિયાના એકાઉન્ટ્સ બંધ રાખશે.
ઓલિમ્પિક્સ આ વર્ષની 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ટોકિયોમાં યોજવાનું નિર્ધારિત છે. પુનિયા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો અને ઓલિમ્પિક્સમાં પણ એ ભારતને મેડલ અપાવે એવી તેની પાસે અપેક્ષા રખાય છે. 2019ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીતીને પુનિયા 2020ની ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયો હતો, પરંતુ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા ઓલિમ્પિક્સને એક વર્ષ મોકૂફ રાખવામાં આવી હતી.
Mein apne sabhi social media handles ko aaj se band kar raha hu. Ab Olympic ke baad aap sabhi se mulaakaat hogi … ummeed karta hu aap apna pyaar banaye rakhenge ….. jai Hind 🙏🏽 pic.twitter.com/wCKXuT4gj9
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) March 1, 2021