IPL-2021નું આયોજન છ શહેરોમાં કરવામાં આવશે

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ આ વર્ષે થનારી આઇપીએલના આયોજન માટે છ શહેરોની પસંદગી કરી લીધી છે. આ વખતે મુંબઈ, બેન્ગલુરુ, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ અને દિલ્હી આઇપીએલની મેચોની યજમાની કરશે. જોકે મુંબઈ દર્શકોની હાજરી વગરે આઇપીએલની યજમાની કરશે. આ વખતે ત્રણ ટીમો રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ પોતાના સ્થાનિક મેદાન પર નહીં રમી શકે. જે છ શહેરોને આઇપીએલની મેચોની યજમાની સોંપવામાં આવી છે, એમાં એકમાત્ર અમદાવાદ એવું શહેર છે, જેની કોઈ ફ્રેન્ચાઇઝી ટીમ નથી. બાકીનાં પાંચ શહેરોની ફ્રેન્ચાઇઝી ટીમ છે, જે પોતાના ઘરેલુ મેદાન પર મેચ રમી શકશે.

મહારાષ્ટ્ર સરકારે વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોને મેચમાં જવાની મંજૂરી નથી આપી. આઇપીએલ 11 એપ્રિલે શરૂ થશે. કેટલાંક રાજ્યોમાં મેચ દરમ્યાન દર્શકોને મંજૂરી નહીં મળશે, જ્યારે કેટલાંક રાજ્યોમાં સ્ટેડિયમની ક્ષમતાના અનુસાર 50 ટકા દર્શકોની મંજૂરી આપવામાં આવશે, એવો નિર્ણય બીસીસીઆઇએ કર્યો છે. એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ કહ્યું હતું કે આ ભયભીત કરતું છે. એક અથવા બે રાજ્યોમાં એનું આયોજન કરવાનું યોગ્ય હોત. વર્ષ 2020ના સત્રના ત્રણ સ્થાનોમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે યોગ્ય રીત હોત. બીસીસીઆઇએ પ્રસ્તાવ મૂક્યો હતો કે આઠ ટીમોનાં ગ્રુપોમાં વહેંચી દેવા જોઈએ.

રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમનાં શહેરોમાં આયોજિત થનારી ટુર્નામેન્ટના પક્ષમાં નથી. એક અધિકારીએ કહ્યું હતું કે અમે સૌથી વધુ લાભ અમારા ઘરે (શહેરો)માં થનારી મેચોમાંથી મળશે. આવામાં ઘરેલુ મેદાનોમાં અમે મેચ નહીં રમીએ તો ક્વોલિફાય કરવાનું મુશ્કેલ થશે.