કોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર

બેંગલુરુઃ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનાં પિતા અને ભૂતપૂર્વ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યા બાદ બેંગલુરુની એક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત ધીમે ધીમે સુધારા પર આવી રહી છે.

પદુકોણ પરિવારમાં તમામ ચાર સભ્યોને કોરોના થયો છે. ભૂતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન પ્રકાશ ઉપરાંત એમના પત્ની ઉજાલા અને નાની પુત્રી અનિશાને પણ ગયા અઠવાડિયે કોરોના થયાનું માલૂમ પડ્યું હતું. એમની તબિયત પણ સુધારા પર છે. આ જાણકારી પ્રકાશ પદુકોણ બેડમિન્ટન એકેડેમીના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે આપી છે. ઉજાલા અને અનિશા એમનાં ઘરમાં જ આઈસોલેશન સ્થિતિમાં છે. પ્રકાશને ગયા શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એમનું ઓક્સિજન લેવલ તથા અન્ય અવયવો બરાબર રીતે કામ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]