હાર્દિકનો પુત્ર સાથે મસ્તીનો વિડિયો થયો વાઇરલ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે અને પોતાની પોસ્ટ દ્વારા ફેન્સથી જોડાયેલી રહે છે. નતાશા સ્ટેનકોવિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ હાર્દિક પંડ્યા અને પુત્ર અગસ્ત્યનો એક વિડિયો શેર કર્યો છે. હાર્દિક પંડ્યાની સાથે તેના પુત્ર અગસ્ત્યનો આ વિડિયો ઘણો મસ્તીભર્યો છે.

બંને એકમેક સાથે મસ્તી કરતા ક્યુટ લાગી રહ્યા છે. આ સરસ વિડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે,  ‘मेरा सबकुछ’. લોકોને હાર્દિક પંડ્યાની સાથે તેના પુત્રનો આ વિડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

આ પહેલાં એક વિડિયોમાં હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા પોતાની વાઇફ સાથે મસ્તી કરતાં દેખાયા હતા, જેણે સોશિયલ મિડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી. હાર્દિકે એક વિડિયો શ્ર કર્યો હતો,જેમાં તે નતાશાની સાથે અને કુણાલ પંખુડી સાથે ડાન્સ કરતા નજરે ચઢ્યા હતા.

IPLમાં પતિ ચિયર કરતી નતાશા

મુંબઈ ઇન્ડિયન્સની મેચોમાં ઘણી વાર નતાશાને સ્ટેડિયમમાં પોતાના પતિની સાથે ચિયર કરતા જોવા મળી હતી. આ IPLસીઝનમાં હાર્દિક પંડ્યાનો દેખાવ કંઈ ખાસ નથી રહ્યો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]