IPL રમતા કિવી ક્રિકેટરો 11 મેએ સીધા UK જશે

ઓકલેન્ડઃ IPL 2021નો હિસ્સો રહેલા ન્યુ ઝીલેન્ડની ટેસ્ટ ટીમના ખેલાડીઓ હજી ભારતમાં છે. આ બધા 11 મેએ યુનાઇટેડ કિંગડમ (UK) માટે રવાના થશે. ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી હતી. કેન વિલિયમસન, કાઇલ જેમિસન અને મિશેલ સેટનેરની સાથે ફિઝિયો ટોમી સિમસેક, ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ સિરીઝની તૈયારીઓ માટે UK માટે પ્રસ્થાન કરતાં પહેલાં નવી દિલ્હીમાં એક સુરક્ષિત મિની બબલમાં રહેશે. ઇંગ્લેન્ડમાં જૂનમાં ભારત વિરુદ્ધ ન્યુ ઝીલેન્ડની વચ્ચે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાવાની છે.

ડાબોડી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ડ જૂનના પ્રારંભે ટેસ્ટ ટીમની સાથે જોડાતાં પહેલાં પરિવારને જોવા માટે ઘરે પરત ફરશે. તે ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ ટીમમાં હોવાની પૂરી સંભાવના નથી. તે ભારતની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જરૂર રમશે. ન્યુ ઝીલેન્ડના IPLના ક્રિકેટરો, સહયોગી સ્ટાફ અને કોમેન્ટેટરોની સાથે બોલ્ડ બે ચાર્ટર ફ્લાઇટ્સમાં નવી દિલ્હીથી રવાના થશે. તે શનિવારે ઓકલેન્ડ પહોંચશે.

બ્લેકકેપસ ટ્રેનર ક્રિસ ડોનાલ્ડસન- જે કોલકાતા નાઇટ રાઇડર્સની સાથે રહે છે. ટેસ્ટ સ્કવોડની સાથે ફરી જોડાતાં પહેલાં પરિવારને મળવા માટે તે ઘરે પરત ફરશે. ન્યુ ઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વ્હાઇટે કહ્યું હતું કે અમે UK જતાં પહેલાં ક્રિસ અને ટ્રેન્ટને તેમના પરિવારોને જોવા માટે ટેકો આપીએ છે. અમે વિવિધ વ્યૂહરચના પર BCCI અને IPL  ફ્રેન્ચાઇઝીની સાથે મળીને કામ કર્યું છે અને આમાટે તેમના ટેકાની બહુ પ્રશંસા કરીએ છીએ. હાલનો સમય પડકારભર્યો છે.