PM મોદીએ ‘ઓલિમ્પિક ડે’એ ખેલાડીઓને શુભકામનાઓ આપી

નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક પહેલાં ભારતીય ગ્રુપને શુભકામનાઓ આપી હતી. ઓલિમ્પિક દિવસ પર વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે આપણી ટુકડીને શુભકામનાઓ, જેમાં સારા એથ્લીટો સામેલ છે. વડા પ્રધાને એ બધા ખેલાડીઓને પણ શુભેચ્છાઓ આપી હતી, જેમણે વિવિધ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે એ બધા ખેલાડીઓને શુભેચ્છાઓ, જેમણે વર્ષોથી વિવિધ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમનું સ્પોર્ટ્સમાં યોગદાન અન્ય એથ્લીટને પ્રોત્સાહન આપવા માટે અને આપણા દેશ માટે ગર્વની વાત છે.

ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી યોજાવાની છે. સ્પોર્ટ્સપ્રધાન કુરણ રિજિજુએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ પર ભારતીય ગ્રુપને શુભકામનાઓ પાઠવવા બદલ વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરતાં કર્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર 30 દિવસનો સમય બાકી છે.

32મા ઓલિમ્પિક ગેમ્સ પહેલાં સરકારે ભારતીય ગ્રુપને મોરલ સપોર્ટ આપવા માટે એક ક્વિઝનું આયોજન કરી રહી છે. ઓલિમ્પિક ક્વિઝનો હેતુ ઓલિમ્પિક અને ભારતીય ખેલાડીઓના ભાગ લેવા વિશે દેશવાસીઓની વચ્ચે જાગરુકતા ફેલાવવાનું છે. આ ક્વિઝ ભૂતપૂર્વ અને વર્તમાન એથ્લીટો અને ભાગ લેતા ભારતીય એથ્લીટો વિશેની માહિતી અને ન્યૂઝ આધારિત હશે.