બાર્બેડોસમાં સિરાજે કેરેબિયન ખેલાડીઓને બેટ, શૂઝ ભેટમાં આપ્યા

બ્રિજટાઉનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી પહેલી ટેસ્ટ મેચ રમાવાની છે. તે પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓ બાર્બેડોસ ટાપુના આ શહેરના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. એ વખતે કેટલાક સ્થાનિક યુવા ખેલાડીઓ ભારતીય ખેલાડીઓની મદદ કરવા આવ્યા હતા. પ્રેક્ટિસ સત્ર બાદ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એક કેરેબિયન ખેલાડીને પોતાનું બેટ અને બીજા એક ખેલાડીને શૂઝ ગિફ્ટમાં આપ્યા હતા. એને કારણે બેઉ ખેલાડી બહુ ખુશ થઈ ગયા હતા.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેનો વિડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

આ પોસ્ટને નેટયૂઝર્સ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. વિડિયો વાઈરલ થયો  છે.