ટોક્યોના રાજ્યપાલ, પ્રતિનિધિ મંડળ સાથે IIT ગાંધીનગરની મુલાકાત લેશે

ગાંધીનગરઃ જાપાનના ટોક્યોના ગવર્નર કોઈકે યુરિકો સિંગાપુરના અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળની સાથે આઠ જુલાઈએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર (IITGN)ની મુલાકાત લેશે. કોઈકે સતત બીજી વાર (2016 અને 2020)માં ટોક્યોના ગવર્નર તરીકે ચૂંટાયા હતા.

તેમની 30 વર્ષોથી વધુ પોતાની શાનદાર રાજકીય કેરિયર રહી છે.  તેમણે પર્યાવરણ મંત્રી (2003), રાષ્ટ્રીય સુરક્ષા મામલોના વડા પ્રધાનના ખાસ સલાહકાર (2006), સંરક્ષણ પ્રધાન (2007) અને ડિરેક્ટર- બજેટ સમિતિ, પ્રતિનિધિ સભા (2011) તરીકે પણ કામગીરી કરી છે. તેમની સાથે જાપાનનું એક પ્રતિનિધિમંડળ પણ હશે, જે સંસ્થાની મુલાકાત લેશે.