ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના ધનશ્રી વર્માથી છૂટાછેડા બાદ તેના અંગત જીવનની ચર્ચાઓ ફરી એકવાર ગરમાઈ રહી છે. હવે તેનું નામ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રેડિયો જોકી આરજે મહવશ સાથે જોડાઈ રહ્યું છે. ખાસ કરીને, મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પંજાબ કિંગ્સ (PBKS)ની મેચ દરમિયાન મહવશ સ્ટેડિયમમાં ચહલની ટીમને ઉત્સાહપૂર્વક સપોર્ટ કરતી જોવા મળી, જેના કારણે આ અફવાઓએ વધુ જોર પકડ્યું. પંજાબ કિંગ્સે આ મેચમાં ચેન્નાઈને 18 રનથી હરાવ્યું હતું, અને મેચ દરમિયાન મહાવશની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું.
મહાવશે સ્ટેડિયમમાંથી પોતાની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા, જેમાં તે પંજાબ કિંગ્સનો ઝંડો લહેરાવતી અને ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, “કોઈક જે તમારા લોકોને દરેક સારા અને ખરાબ સમયમાં સપોર્ટ કરે અને તેમની પાછળ ખડકની જેમ ઊભું રહે! અમે બધા તમારા માટે અહીં છીએ.” જેમાં તેમણે યુવરાજ ચહલને ટેગ કર્યા છે. આ સાથે તેણે ઈન્સ્ટા સ્ટોરી પર પણ એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, “આ વર્ષે પંજાબ કિંગ્સને સપોર્ટ કરી રહ્યા છીએ કારણ કે અમે મિત્રતા નિભાવીએ છીએ ભાઈ!” આ પોસ્ટમાં બેકગ્રાઉન્ડમાં ગીત “તું મેરે હુકમ કા ઈક્કા, તું હી મેરી ક્રિકેટ કા છક્કા” ઉમેરવામાં આવ્યું હતું, જે ચહલને સમર્પિત હોવાનું લાગી રહ્યું છે. આ ઉપરાંત, મહાવશે ચહલ સાથેની એક સેલ્ફી પણ શેર કરી, જેમાં બંને ખૂબ ખુશ દેખાતા હતા.
ચહલે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, “તમે લોકો મારી કરોડરજ્જુ છો! મને હંમેશાં ઉપર રાખવા બદલ આભાર!” આ ઉષ્માભર્યા જવાબે ફેન્સની ઉત્સુકતા વધુ વધારી દીધી. આ અફવાઓ ત્યારથી શરૂ થઈ હતી જ્યારે ચહલ અને ધનશ્રીએ માર્ચ 2025માં છૂટાછેડા લીધા. ત્યારબાદ ચહલ અને મહાવશને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં એકસાથે જોવામાં આવ્યા હતા, અને ડિસેમ્બર 2024માં મહાવશે ચહલ સાથેની ક્રિસમસની તસવીર શેર કરી હતી. જોકે, મહાવશે એક પોડકાસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તે સિંગલ છે અને કેઝ્યુઅલ ડેટિંગમાં માનતી નથી, પરંતુ તેની ચહલ સાથેની નિકટતા અને સતત સાથે દેખાવાથી ચર્ચાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
