મુંબઈઃ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર અજિત ભાલચંદ્ર આગરકર ટીમ ઇન્ડિયાના નવનિયુક્ત ચીફ પસંદગીકાર છે. આગરકર વનડે ફોર્મેટના સ્પેશિયલિસ્ટ પ્લેયર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમમાં પણ સામેલ હતા. નવા પસંદગીકાર આગરકરે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અને સૂર્યકુમાર યાદવની વાઇસ કેપ્ટનશિપમાં T20 ટીમનું એલાન કર્યું છે. આ ટીમમાં વિરાટ કોહલી અને વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માને ડ્રોપ કર્યા છે. સંજુ સેમસન પરત ફર્યો છે, જ્યારે IPLના સ્ટાર બેટ્સમેન રિન્કુ સિંહ અને ઋતુરાજ ગાયકવાડને પસંદ કરવા ન આવતાં સવાલો થયા છે.
આમ તો આગરકરે જે ટીમ ઘોષિત કરી છે, એનાથી સ્પષ્ટ છે કે હવે BCCIનું ફોકસ 2024માં થનારા ICC T20 વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવાની છે. નવી ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર જેવા નવા ચહેરા સામેલ છે.
શું રોહિત, કોહલીની T20 કેરિયર ખતમ?’
ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. ત્યાર બાદ બંને જણે ઇન્ટરનેશનલ T20 સિરીઝ નથી રહ્યા. આવામાં એવું માની શકાય કે BCCIએ ભવિષ્યનું વિચારીને કોહલી અને રોહિતને T2oથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય.
આ સાથે ભુવનેશ્વકુમાર અને મોહમ્મદ શમીને લઈને BCCIએ કોઈ માહિતી નથી આપી. આ સાથે ઇજાગ્રસ્ત ક્રિકેટરોની સ્થિતિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી. આવામાં BCCIના નવા પસંદગીકાર શો નિર્ણય કરે છે એ જોવું રહ્યું.