આઈપીએલ-2023: ઈન્જર્ડ ચાહર, સ્ટોક્સની ગેરહાજરીથી CSKને ફટકો

ચેન્નાઈઃ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં ત્રણ મેચ રમી છે. એમાંની બેમાં જીત મેળવી છે અને એકમાં પરાજય. તેના બે ખેલાડી ઈજાગ્રસ્ત છે.

ફાસ્ટ બોલર દીપક ચાહરની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પૂરી રમી શક્યો નહોતો. એ પાછો ઈલેવનમાં ક્યારે સ્થાન પામશે તે હજી નક્કી નથી. એવી જ રીતે, ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પગના અંગૂઠામાં ઈજા થઈ છે. એ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રમી શક્યો નહોતો અને 12 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ રમશે કે કેમ તે અંગે શંકા છે. જોકે 17મીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં એ રમે એવી શક્યતા છે.