‘કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને બેહતર ક્રિકેટર-વ્યક્તિ બનાવશે’

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ્ફ-સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે ગુજરાત ટાઈટન્સ (આઈપીએલ) ટીમના સુકાનીપદની જવાબદારી સોંપાવાથી હાર્દિક પંડ્યા વધારે સારો ક્રિકેટર અને વ્યક્તિ બનશે.

ગુજરાત ટાઈટન્સ ટીમ આ પહેલી જ વાર આઈપીએલ સ્પર્ધામાં રમી રહી છે. તેના કેપ્ટન તરીકે આઈપીએલ-15માં અત્યાર સુધીની મેચોમાં હાર્દિકનો દેખાવ સરસ રહ્યો છે. સ્પર્ધામાં એકમાત્ર આ જ ટીમ હજી સુધી અપરાજિત રહી છે. હાર્દિકે બેટિંગમાં 91 રન કર્યા છે અને મધ્યમ ઝડપી બોલિંગ કરીને બે વિકેટ પણ લીધી છે.