બેંગલોરઃ IPL-2022 ઓક્શનનો પહેલો દિવસ ઘણો રસપ્રદ રહ્યો છે. કુલ 161 ક્રિકેટરોની હરાજી થશે. આ વખતે 10 ટીમો IPL-2022માં ભાગ લેવાની છે. ઇશાન કિશનને તેની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સે પરત લીધો હતો. તેને MIએ રૂ. 15.25 કરોડ ખરીદવાની સાથે તે ઓક્શનનો સૌથી મોંઘો ક્રિકેટર બન્યો છે. દીપક ચહેરને CSKએ રૂ. 14 કરોડમાં ખરીદ્યો છે તો શ્રેયસ ઐયરને KKRએ રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. ધવનને રૂ. 8.25 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. ડેવિડ વોર્નર, મોહમ્મદ જેવાં મોટાં નામો ક્રમશઃ દિલ્હી કેપિટલ અને ગુજરાત ટાઇટન્સે લીધા હતા, જ્યારે ફાફ ડુ પ્લેસિસને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (RCB)એ રૂ. સાત કરોડમાં ખરીદ્યો હતો. આ ઓક્શન બે દિવસ ચાલવાનું છે.
બેંગલોરમાં IPL-2022માં કુલ 600 ક્રિકેટચરોનું ઓક્શન થવાનું છે. આ ક્રિકેટરોમાં 370 ભારતીય અને 220 વિદેશી ક્રિકેટરોની હરાજી થવાની છે. આ સાથે સનરાઇઝ હૈદરાબાદે ટી નટરાજનને રૂ. ચાર કરોડમાં ખરીદ્યો હતો.
IPL 2022 ઓક્શનમાં મોટી ઘટના બની હતી. હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. બ્રિટનના હ્યુજ એડમિડ્સને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા અને ઓક્શનને રોકી દેવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી, ત્યારે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. આ જોઈને હાજર રહેલા સર્વે ચોંકી ગયા હતા અને પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા.