IPL હરાજીઃ સુરેશ રૈનાનો કોઈ લેવાલ નહીં, કારકિર્દી પૂરી?

બેંગલોરઃ IPL મેગા ઓક્શનમાં આ વખતે કુલ 204 ક્રિકેટરોને ખરીદવામાં આવ્યા હતા, જેમાં 67 વિદેશી ક્રિકેટરો હતા. જોકે કેટલાક ક્રિકેટરો એવા પણ છે, જેમને ઓક્શન દરમ્યાન ખરીદવામાં નથી આવ્યા. ઓક્શનના પહેલા દિવસે  અનુભવી બેટ્સમેન કે જેની બેઝ પ્રાઇઝ રૂ. બે કરોડ હતી, તેને ફ્રેન્ચાઇઝીસ દ્વારા છેલ્લા દિવસે નજરઅંદાજ કરવામાં આવ્યો હતો, જેનો અર્થ હતો કે રૈનાનો પહેલી વાર IPLની લિલામીમાં કોઈ લેવાલ નહોતો.

વર્ષ 2008માં IPL સીઝન શરૂ થઈ, ત્યારથી અત્યાર સુધી રૈના માત્ર બીજી IPL સીઝન હશે. આ પહેલાં વ્યક્તિગત કારણો સર તે UAEથી પરત ફર્યો હતો અને તેણે IPL 2020 નહોતો રમી શક્યો. જોકે રૈના IPL-2021માં પરત ફર્યો હતો, પણ તે કંગાળ ફોર્મમાં હતો, જેમાં તેણે 17.77ની સરેરાશથી માત્ર 160 રન બનાવ્યા હતા. વળી, તેની વય પણ વધુ હતી.  જેથી આ વખતની લિલામીમાં તેનું કોઈ લેવાલ નહોતું.

સુરેશ રૈનાની IPL કેરિયર પર નજર નાખીએ તો તેણે IPLના ઇતિહાસમાં ચૌથી સૌથી વધુ 5528 રન બનાવ્યા છે. તેની સરેરાશ 32.51ની  રહી છે. એની આગળ માત્ર વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા છે. રૈનાએ ઇતિહાસમાં ચોથી સૌથી વધુ 5528 રન બનાવ્યા છે. તેની સરેરાશ 32.51ની રહી છે. એની આગળ માત્ર વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા છે.

રૈનાએ આ પહેલાં 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેણે 226 વનડેમાં 5615 રન બનાવ્યા હતા અને તે 2011માં ધોનીની વર્લ્ડપરની વિજેતા ટીમનો એક હિસ્સો હતો. જોકે રૈનાના ફેન્સ આથી ઘણા દુખી છે.