વેસ્ટ ઈન્ડિઝ સામેની T20-સીરિઝમાંથી રાહુલ, અક્ષર આઉટ

અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનાર ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાંથી વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલ અને બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલની બાદબાકી થઈ ગઈ છે. આ બંને ખેલાડી ઈજાગ્રસ્ત છે. એમની જગ્યાએ ટીમમાં ઋતુરાજ ગાયકવાડ અને દીપક હુડાને સામેલ કરવામાં આવ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ગઈ 9 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાઈ ગયેલી બીજી વન-ડે મેચ દરમિયાન રાહુલની ડાબી સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો હતો જ્યારે અક્ષર પગના નળામાં થયેલી ઈજામાંથી હજી સાજો થઈ શક્યો નથી. અક્ષરને તાજેતરમાં કોરોના પણ થયો હતો.

ભારતની T20I ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), વેંકટેશ ઐયર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભૂવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ અને દીપક હુડા.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ T20I મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.