ભારતના ટોચના ચાર બેટ્સમેનોએ શરમજનક રેકોર્ડ બનાવ્યો

લંડનઃ WTCની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા બેકફૂટ પર છે. ઓસ્ટ્રેલિયાના પહેલી ઇનિંગ્સમાં 469 રનના જવાબમાં ટીમ ઇન્ડિયા 151 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીદી હતી. આ પાંચ વિકેટમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા સામેલ છે. ભારત હજી 318 રન પાછળ છે. અહીંથી ટીમ ઇન્ડિયાએ વાપસી કરવી મુશ્કેલ છે.

ટીમ ઇન્ડિયાના ટોચના ચાર બેટસમેનેઓ મળીને એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે, જે ભારટી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર થયું છે. ઓસ્ટ્રેલિયાની સામે WTCની ફાઇનલ મેચમાં રોહિત શર્મ, હિત શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીએ શરૂઆત સારી કરી હતી, પરંતુ તેઓ મોટો સ્કોર નહોતા ઊભો કરી શક્યા. રોહિત શર્માએ 26 બોલમાં 15 રન, ગિલે 15 બોલમાં 13 રન, પૂજારાએ 25 બોલમાં 14 રન અને કોહલીએ 31 બોલમાં 14 રન બનાવ્યા હતા. ભારતીટ ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર આવું થયું છે કે ટોપ-ચારના બધા બેટ્સમેન દ્વિઅંકીમાં તો પહોંચ્યા પણ કોઈ પણ બેટ્સમેન 20 રનનો આંકડો પાર ના કરી શક્યો.

 ગિલ અને પૂજારા બોલ છોડવાના પ્રયાસમાં આઉટ થયા હતા, જ્યારે રોહિતને કમિન્સે LBW આઉટ કર્યો હતો તો કોહલીને મિશેલ સ્ટાર્કે બાઉન્સર બોલની જાળમાં ફસાવ્યો હતો. ટીમ ઇન્ડિયાને આઠમી ઓવરમાં જ શુભમન ગિલના રૂપમાં બીજો ફટકો લાગ્યો હતો. ત્યાર બાદ પૂજારા આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 50 રન હતો. આટલા ઓછા સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ હતી.