ભુવનેશ્વરઃ ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ 3-4નું આયોજન ક્રમશઃ 21 અને 24 મેએ ભુવનેશ્વરમાં કરવામાં આવશે, એમ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. એથ્લિટોને સારી સુવિધા આપવા માટે તામિલનાડુના મદુરાઈને બદલે ઓડિશાની રાજધાનીને યજમાની સોંપવામાં આવી છે.
આ એથ્લિટોને વિશેષ મહત્ત્વ આપતાં તેમને વિશ્વ એથ્લેટિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને રદ થયેલી એશિયન ગેમ્સનાં ધારાધોરણોને અનુરૂપ સુવિધાઓ આપવામાં આવશે બંને સ્પર્ધકો (મહિલાઓ-પુરુષો) માટે કુલ 16 સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવશે, જેમાં મહિલા વર્ગમાં નવ અને પુરષ વર્ગમાં આઠ સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવશે. બંને દિવસે સાંજે સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવશે.
મહિલા વર્ગની સ્પર્ધાઓમાં 200 મીટર, 8000 મીટર, 5000 મીટર, 100 મીટર વિઘ્ન દોડ, ઊંચી કૂદ, ટ્રિપલ જમ્પ, ગોળા ફેંક, ભાલા ફેંક, અને હેમર થ્રો સામેલ છે. પુરુષ 100 મીટર, 400 મીટર, 1500 મીટર દોડ, પોલ વોલ્ટ, ઊંચી કૂદ, ચક્કા ફેંક, ભાલા ફેંક વગેરે સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.