Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Gujarat સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે “ઓપરેશન મ્યૂલ હન્ટ”
  • News
  • Gujarat

સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે “ઓપરેશન મ્યૂલ હન્ટ”

December 8, 2025
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    ગાંધીનગર: સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના નાગરિકોને સાયબર સિક્યોર રાખવા અને વિવિધ સાયબર ગુનાઓના ડિટેલ એનાલિસિસના આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે બેઠકનું આયોજન કરાયું હતું.ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ઇન્ટર કો-ઓર્ડિનેશન વધુ મજબૂત કરવા વિડિઓ કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, પોલીસ કમિશનર, તમામ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડાઓ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “ઓપરેશન મ્યૂલ હન્ટ” ડ્રાઇવ અંતર્ગત સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનને વધુ વેગ આપવા અને તમામ એકમો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવે. આ ડ્રાઇવનો હેતુ માત્ર નાણાં ટ્રાન્સફર કરનાર બેંકના મ્યૂલ એકાઉન્ટ ઓપરેટર સુધી જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કના “આકાઓ” સુધી પહોંચવાનો છે. આ ડ્રાઇવમાં રાજ્યના તમામ યુનિટ્સ અને તમામ પોલીસ સ્ટેશનોએ સક્રિયપણે જોડાવા આદેશ કરવામાં આવ્યો છે.આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા એક મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય. જે ખાતાધારકનું સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે. નિર્દોષ નાગરિકો સાથે બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

    • TAGS
    • Ahmadabad
    • Bank Account Verification
    • Chitralekha
    • Cyber crime
    • Cyber security
    • Financial Fraud
    • Gujarat Cyber Cell
    • Gujarat Police
    • Gujarati News
    • gujarati news paper
    • harsh sanghvi
    • India
    • Latest Gujarati News Online
    • Mule Accounts
    • Mumbai
    • Operation Mule Hunt
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleમહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ ઝોન નક્સલ મુક્ત
      Next articleગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બન્યું ખાદી
      rradhika

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Met Gala 2026: અતરંગી અંદાજમાં રેડ કાર્પેટ પર ચમક્યા સિતારાઓ

      બંગાળમાં પહેલીવાર BJPની સરકાર બનશે…PM મોદી કાર્યકરોને કરશે સંબોધન

      રુઝામોમાં DMK પાછળ હોવાથી પાર્ટીના કાર્યકર આંખ ભીની

      Recent Posts

      • પનીર પરાઠા
      • ૦૬ મે ૨૦૨૬
      • મમતાની જડતા V/S ભાજપની જીદ…
      • વિશ્વભરમાં મોદી મેજિકની ચર્ચા: ટ્રમ્પે PM મોદીને આપ્યા અભિનંદન
      • તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa