ભારતે વેસ્ટ ઇન્ડીઝને 155 રનોથી હરાવ્યું: મંધાના પ્લેયર ઓફ ધ મેચ

હેમિલ્ટનઃ ન્યુ ઝીલેન્ડના હેમિલ્ટનમાં રમાઈ રહેલા મહિલા વિશ્વ કપની મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમને 155 રનોના મોટા અંતરથી હરાવી દીધી છે. આ પહેલાં ભારત પાકિસ્તાનની સામે જીત અને ન્યુ ઝીલેન્ડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ અત્યાર સુધી બંને મેચ જીતી ચૂકી છે. ઝૂલન ગોસ્વામીએ વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવી દીધો છે. સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી છે.

ભારતે પહેલી બેટિંગ કરતાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતની શતકીય ઇનિંગ્સને લીધે ભારતે આઠ વિકેટે 317 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સ 162 રનો પર સમેટાઈ હતી.

સ્મૃતિ મંધાનાએ તોફાની બેટિંગ કરતાં 123 રનો બનાવ્યા હતા, ત્યારે હરમન પ્રીત કૌરકુલ 107 બોલમાં 109 રન ઉમેર્યા હતા. સ્મૃતિ મંધાનાએ 119 બોલમાં 13 ચોક્કા અને બે છક્કાની મદદથી 123 રન બનાવ્યા હતા.

યાસ્તિકાએ ભારતનો સારો પ્રારંભ કર્યો હતો, પણ એની વિકેટ પડ્યા પછી કેપ્ટન મિતાલી રાજ અને દીપ્તિની વિકેટ સસ્તામાં પડતાં ભારતીય ઇનિંગ્સ નબળી પડી હતી. આવા મુશ્કેલ સમયમાં મંધાના અને હરમનપ્રીતમાં મોટી ભાગીદારી કરી હતી અને વેસટ ઇન્ડીઝની સામે પડકાર પૂર્ણ લક્ષ્ય રાખ્યું હતું.

બીજી બાજુ વેસ્ટ ઇન્ડીઝે 30 ઓવરમાં સાત વિકેટ 145 રન બનાવ્યા હતા અને 17 રનમાં ત્રણ વિકેટ પડી હતી.  સ્નેહ રાણાએ ત્રણ, મેઘના સિંઘે બે વિકેટ લીધી હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]