કોલકાતાઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સામે રેસલર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર પહેલવાનો દ્વારા યૌનશોષણ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. સરિતા મોર, સંગીતા ફોગટ, અંશુ મલિક, સોનમ મલિક, સત્યવ્રત મલિક, જિતેન્દ્ર કિન્હા અને બજરંગ પૂનિયા જેવા પહેલવાનોએ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. જોકે દેખરેખ કમિટીનો નિર્ણય હજી બાકી છે અને એ કોઈ પણ પક્ષની તરફેણમાં આવી શકે છે. જો એ નિર્ણય પહેલવાનોની વિરુદ્ધ આવશે તો રિયો ઓલિમ્પિક પદકવિજેતા સાક્ષી મલિકે કહ્યું હતું કે તે કુશ્તી છોડી દેશે.
જો નિર્ણય અમારી તરફેણમાં નહીં આવે અને અધ્યક્ષ એ જ પદે યથાવત્ રહેશે અમારે કુશ્તી છોડવી પડશે અને મારી અને વિનેશ- બંનેના વિચારો એક જેવા છે. સાક્ષી મલિક કોલકાતામાં આયોજિત સ્પોર્ટ્સ કોન્કલેવમાં જ હાજર છે. સાક્ષીનું માનવું છે કે દેખરેખ સમિતિનો નિર્ણય પહેલા આવી જવો જોઈએ, પણ નિર્ણયમાં થઈ રહેલો વિલંબને લીધે તેમને વિશ્વાસ છે કે નિર્ણય તેમની તરફેણમાં આવશે.
સમિતિનો નિર્ણય અત્યાર સુધી આવી જવો જોઈએ, પરંતુ સમિતિને 10 દિવસનો વધુ સમય જોઈએ છે અને અમે મારી તરફેણમાં નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, કેમ કે અમે વિરોધ શરૂ કરીને પહેલેથી બહુ વધુ હિંમત બતાવી છે. અમે હિંમત કરીને વિરોધ દર્શાવ્યો, કેમ કે અમારી પાસે પુરાવા પૂરતા હતા. વળી, અમે નથી ઇચ્છતા કે ભવિષ્યના પહેલવાનોએ એ સહન કરવું પડે, જે અમે સહન કર્યું છે, એમ તેણે કહ્યું હતું.