ઈન્સ્ટાગ્રામ પર અઢી કરોડ ફોલોઅર્સ; હાર્દિક પંડ્યાનો વિશ્વવિક્રમ

વડોદરાઃ ઈન્સ્ટાગ્રામ પર અઢી કરોડ ફોલોઅર્સની સંખ્યા પર પહોંચનાર હાર્દિક પંડ્યા દુનિયાનો સૌથી યુવાન વયનો ક્રિકેટર બન્યો છે. તે દુનિયાભરમાં ચાહકોનો વિશાળ વર્ગ ધરાવે છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવવામાં હાર્દિકે રાફેલ નડાલ, રોજર ફેડરર, મેક્સ વેર્સ્ટાપેન અને એર્લિંગ હાલેન્ડ જેવા ધુરંધરોને પણ પાછળ રાખી દીધા છે.

પોતાના પ્રશંસકોનો આભાર માનતાં 29 વર્ષીય ઓલરાઉન્ડર અને ટ્વેન્ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું છે, મારા પ્રશંસકોમાંના પ્રત્યેક મારે મન વિશેષ છે. આટલા વર્ષોમાં તમે મને જે પ્રેમ અને સમર્થન આપ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું.

સોશિયલ મિડિયા પર સતત સક્રિય રહેવાથી હાર્દિક ફોલોઓર્સની બહોળી સંખ્યા ધરાવે છે અને ફોલોઓર્સ પણ હાર્દિકને ઓન અને ઓફ્ફ ધ ફિલ્ડ, બંને રીતે જાણી શક્યા છે. આને લીધે પ્રશંસકો સાથે હાર્દિકના ભાવનાત્મક સંધાનને વધારે મજબૂત બનાવ્યું છે.