સાઈબર ચોરટાઓએ ICCને લગાડ્યો 21 કરોડનો ચૂનો

દુબઈઃ ક્રિકેટનું રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સાથે મોટા પાયે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો અહેવાલ છે. સંસ્થા સાથે છળકપટ કરીને એની 25 લાખ ડોલરથી વધારે રકમ લૂંટી લેવામાં આવી છે. આ છેતરપિંડી અમેરિકાસ્થિત એક સૂત્ર દ્વારા કરવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. છેતરપિંડીની આ જાણ આઈસીસીના દુબઈસ્થિત કાર્યાલયમાં બેસતાં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરને કરવામાં આવી છે.

એવી માહિતી મળી છે કે અમેરિકાના કેટલાક સાઈબર ચોરોએ આઈસીસીના સલાહકારોના નામે નકલી ઈમેલ આઈડી તૈયાર કર્યો હતો અને વાઉચરના સ્વરૂપમાં લાખો ડોલર ઉપાડી લીધા હતા. એ ભામટાઓએ નકલી ઈમેલ આઈડી બનાવ્યા બાદ આઈસીસી સંસ્થાના ચીફ ફાઈનાન્સ ઓફિસર પાસે પેમેન્ટ વાઉચરની માગણી કરી હતી. નવાઈની વાત એ છે કે આઈસીસીમાં કોઈ પણ જુદી જુદી બેન્કોના ખાતા પર ધ્યાન જ નહોતું આપ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]