પહેલવાનોના વિરોધ-દેખાવો સામે બ્રિજભૂષણની સુનામીની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હીમાં પહેલવાનોનાં ધરણાં આજે પણ જારી છે. સાક્ષી મલિક, બજરંગ પૂનિયા વિનેશ ફોગાટ અને રવિ દહિયા સહિત અનેક પહેલવાનોએ બુધવારે કુસ્તી મહાસંઘ અને એના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો છે. ખેલાડીઓનું કહેવું છે કે મહિલા પહેલવાનોની સાથે યૌન શોષણ કરવામાં આવે છે. તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. પહેલવાનો એક ગઈ કાલે આ સંદર્ભે કેન્દ્રીય સ્પોર્ટ્સપ્રધાન અનુરાગ ઠાકુરના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.

બીજી બાજુ, બ્રિજભૂષણ શરણ સિંહ સાંચે ચાર કલાકે પત્રકાર પરિષદ કરશે. જોકે તેમના રાજીનામા પર હજી સસ્પેન્સ બનેલું છે.જોકે તેમને 24 કલાકમાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે તેમણે કહ્યું હતું કે હું રાજીનામું નહીં આપું, હું કોઈ પણ તપાસ માટે તૈયાર છું અને હું બોલીશ તો સુનામી આવશે, એમ કહ્યું હતું. બીજી બાજુ, દેખાવો કરી રહેલા ખેલાડીઓના ટેકામાં ખાપ પંચાયતોએ દિલ્હી કૂચ કરી હતી.

આ પહેલાં દેશના ટોચના પહેલવાનો દ્વારા ભારતીય કુસ્તી મહાસંઘ (WEF)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર ખેલાડીઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપ લગાવવા બદલ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે અમે ખેલાડીઓનું મનોબળ નહીં તૂટવા દઈએ. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ ખેલાડીઓની બધી ચિંતાઓને ગંભીરતાથી લીધી છે અને કેન્દ્રીય ખેલ મંત્રાલયે ભારતીય કુસ્તી મંહાસંઘને 72 કલાકની અંદર જવાબ આપવા માટે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી ખેલાડીઓનું  મનોબળ વધારે છે, પણ એવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક ખેલાડીઓના મનોબળને અસર કરે છે, પરંતુ અમે તેમનું મનોબળ નહીં તૂટવા દઈએ. મહિલા ખેલાડીઓની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે અને અમે પૂરું ધ્યાન રાખીશું.