ટોક્યો-2021માં કટ્ટર હરીફ મારિનને ‘મિસ’ કરીશઃ પીવી સિંધુ

 નવી દિલ્હીઃ તેને કોર્ટ પર કેરોલિના મારિનની આક્રમક રીત ગમશે નહીં, પરંતુ ઘાયલ ઓલિમ્પિક ચેમ્પિયનને આપેલા એક વિડિયો સંદેશમાં પુસારલા વેંકટા સિંધુ કહે છે કે તે આ વખતે સ્પેનયાર્ડને ટોક્યો ઓલિમ્પિકમાં ‘મિસ’ કરશે. મંગળવારે કેરોલિના મારિન ડાબા ઘૂંટણમાં ઇજા થવાને કારણે ટોક્યો-2020માંથી બહાર થઈ હતી. બે વર્ષમાં આ બીજી વાર બન્યું છે કે મારિનને ઘૂંટણમાં ઇજા થઈ હોય. વર્ષ 2019માં વિશ્વ ચેમ્પિયનને ડાબા ઘૂંટણમાં ઇજા થઈ હતી, જેથી તે સાત મહિના ગેમથી બહાર રહી હતી. વર્ષ 2016ની રિયો ફાઇનલમાં મારિને પીવી સિંધુની સામે 19-21,21-12,21-15થી જીતની સાથે સુવર્ણપદક જીત્યો હતો. એક ઓલિમ્પિક તબક્કામાં સૌથી શ્રેષ્ઠ ફાઇનલોમાંની એક હતી.

ઓફ કોર્ટ પીવી સિંધુ અને કેરોલિના મારિનની સારી મિત્ર છે. બુધવારે ટ્વિટર સંદેશમાં સિંધુએ કહ્યું હતું કે મને છેલ્લી ઓલિમ્પિક ગેમ્સ યાદ છે, જ્યારે અમે ફાઇનલમાં હતા અને ખરેખર તારી સામે એક સારી સ્પર્ધા રહી હતી.

સિંધુએ કહ્યું હતું કે હું તને આ વખતે ઓલિમ્પિકમાં ‘મિસ’ કરીશ. મને આશા છે કે તું જલદી સ્વસ્થ થઈ જાય. કોર્ટ પર બંને –મારિન અને સિંધુ વચ્ચે સ્પર્ધા તીવ્ર હરીફાઈનો રહ્યો છે. તેણે કહ્યું હતું કે વધુપડતી બૂમો પાડવી એનાથી નર્વસ થઈ શકાય છે. એ બાબત તમારી એકાગ્રતા ભંગ કરી શકે છે, તેણે કહ્યું હતું કે માઇન્ડ ગેમ રમવી એ કેટલાય ખેલાડીઓ દ્વારા મહત્ત્વપૂર્ણ હથિયાર છે.