સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ માટે સરકાર પાસે સુરક્ષા માગી

પુણેઃ ભારતમાં એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડ બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રસી સાથે જોડાયેલી પ્રતિકૂળ ઘટનાઓને મામલે કોઈ પણ નુકસાન અથવા વળતરના દાવાઓ સામે કાનૂની સુરક્ષા માગી છે. જોકે ભારત સરકાર ફાઇઝર અને મોડર્ના જેવી વિદેશી કંપનીઓને આ પ્રકારનું રક્ષણ આપી શકે છે.

ભારતમાં કોરોનાના વધતા કેસોને જોતાં સરકારે કેટલીક વિદેશી રસી ઉત્પાદક કંપનીઓની સાથે કરાર કર્યા છે. જોકે એક કાનૂની મુદ્દે પેચ ફસાઈ એવી શક્યતા છે. અમેરિકી કંપની ફાઇઝરથી જોડાયેલા કોઈ પણ દાવાને કાનૂની સુરક્ષા આપો. અહેવાલો મુજબ ભારત સરકાર એના પર તૈયાર થઈ ગઈ છે. હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસી સામે સુરક્ષાની માગ કરી છે.

જો વિદેશી કંપનીઓને કોઈ નુકસાન અથવા વળતરના દાવાની છૂટ મળી તો માત્ર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જ કેમ? બલકે રસી બનાવતી બધી કંપનીઓને આ માટે છૂટ મળવી જોઈએ.

આ પહેલાં ભારતની દવા નિયામક સંસ્થા એટલે DGCIએ ફાઇઝર અને મોડર્ના જેવી વિદેશી રસીને ટૂંક સમયમાં ભારત લાવવા માટે એના અલગથી લોકલ ટ્રાયલ કરવા માટેની શરતો હટાવી દીધી છે. નવા નિયમો મુજબ જો કોઈ રસીને મોટા દેશોને દવા નિયામક સંસ્થા અથવા પછી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે, એમણે ટ્રાયલથી નહીં પસાર થવું પડે.