એજબેસ્ટનઃ એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. પહેલી ઇનિંગ્સમાં 416 રનનો મોટો સ્કોર કર્યા પછી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડનો 284 રનોમાં વીટો વાળી દીધો હતો. જેથી ટીમ ઇન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 132 રનોની મોટી લીડ મળી હતી. ફરી એક વાર ટીમ ઇન્ડિયા ફાસ્ટ બોલરોએ ઇંગ્લેન્ડની હાલત ખરાબ કરી હતી. બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાએ 206 રને છ વિકેટ ગુમાવીને 338 રનોની લીડ બનાવી લીધી હતી.
પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ લેનાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે કહ્યું હતું કે જોની બેરિસ્ટોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી, જે વિરાટ કોહલી સાથે ઘર્ષણમાં ઊતર્યા પછી ટીમ માટે મેચમાં મિશન સાથે રમી રહ્યો હતો, પણ અમે બેરિસ્ટોની સામે ધીરજ રાખી હતી. એ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો, પણ અમે અમારા મૂળ પ્લાનિંગને વળગી રહ્યા હતા.
તેણે પોતાના વિશે કહ્યું હતું કે હું અગાઉ જે ઝડપે લાલ બોલથી આઉટ સ્વિંગ કરતો હતો, એ નહોતો નાખી શકતો. સિરાજના આઉટ સ્વિંગથી બેટ્સમેનો મુશ્કેલીમાં મુકાય છે. IPL પછી હું આઉટસ્વિંગ નાખવાના બહુ પ્રયાસ કરું છું, પણ મારાથી હવે આઉટ સ્વિંગ નથી થતા. હું આઉટ સ્વિંગ કરવાના બહુ પ્રયાસ કરું છું, પણ એનાથી ઘણી વિકેટો ખેરવી નથી શકતો, જેથી હું ઇનસ્વિંગ સારી રીતે કરી શકું છું. જોકે મેં ઇનસ્વિંગ કરવા માટે આકરી મહેનત કરી છે, એમ તેણે કહ્યું હતું. સિરાજે પૂજારાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે એક યોદ્ધા છે. ઓસ્ટ્રેલિયામાં તેણે જે કંઈ કર્યું, એ અહીં પણ પોતાનું કામ કરી રહ્યો છે. જ્યારે ટીમને તેની જરૂર હોય છે, ત્યારે તે હંમેશાં ઊભો હોય.
