નવી દિલ્હીઃ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બ્રિસ્બેનમાં સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા હતા. અશ્વિનના પિતા રવિચંદ્રને આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્રને સતત અપમાનિત કરવામાં આવતો હતો, જેને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસના અધવચ્ચે તેને સંન્યાસ લેવાની ફરજ પડી હતી.
મને પણ છેલ્લી મિનિટે માલૂમ પડ્યું હતું કે મને ખબર નથી તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે, પણ તેણે સંન્યાસ લેવા પાછળનું સટિક કારણ નહોતું જણાવ્યું. તેણે સંકેત આપ્યા હતા. તેના શાનદાર રેકોર્ડ છતાં તેને પ્લેઇંગ 11માં નિયમિત જગ્યા નહોતી મળતી. જેથી તેને તેનું અપમાન થઈ રહ્યાનું સતત લાગતું હતું. જોકે સંન્યાસ લેવા એતેની ઇચ્છા હતી. હું એમાં હસ્તક્ષેપ નથી કરી શકતો. માત્ર તે જ જાણે છે. કદાચ અપમાન થયું હશે.રસપ્રદ વાત એ છે કે કેપટન રોહિત શર્માએ બુધવારે કહ્યું હતું કે અશ્વિન થોડા સમયથી સંન્યાસ લેવાનું વિચારે છે. પણ અશ્વિનના પરિવારના હજી પણ આઘાત અનુભવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કર્યાના એક દિવસ પછી આર. અશ્વિન સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્ર બાદ તેણે તેના નિર્ણય પર કોઈ પણ પ્રકારનો ખેદ વ્યક્ત નહોતો કર્યો. જોકે અશ્વિને એક મહિના અગાઉથી જ નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી. તેણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મને પ્લેઈંગ-11માં સ્થાન ન મળે અને ટીમમાં મારી જરૂર ન હોય તો હું નિવૃત્તિ લઈ લઉં તો સારું રહેશે.
ઓફ સ્પિનર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ 287 મેચ રમી છે. જેમાંથી તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લીધી છે. તેને 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે. આ સાથે જ તેણે 116 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 156 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે 65 મેચમાં 72 વિકેટ ઝડપી હતી.