મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમે 1983માં કપિલ દેવની કેપ્ટનશિપની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે એ વખતે ટીમમાં યશપાલ શર્મા જ હતો, જેણે ટીમને વિશ્વાસ અપાવ્યો હતો કે ભારત 1983નો વિશ્વ કપ જીતી શકે છે, કેમ કે યશપાલે 120 બોલમાં 89 રન બનાવીને ભારતે ટુર્નામેન્ટની પ્રારંભની મેચમાં શક્તિશાળી વેસ્ટ ઇન્ડિઝને હરાવવામાં મદદ કરી હતી. હાલમાં 83ની વિજેતા ટીમ ફિલ્મ ‘83’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે એકત્ર થયા હતા. ત્યારે મધ્યમ હરોળના એ બેટ્સમેનને યાદ કરવામાં આવ્યો હતો. 83ની ટીમના સભ્યો આ ફિલ્મને જોઈને તૂટી ગયા હતા. યશપાલ શર્માનું જુલાઈમાં નિધન થયું હતું.
હા, અમે તેને બહુ યાદ કર્યો હતો. તેનું યોગદાન કપ જીતવા માટે સરાહનીય હતું. તેની એનર્જી, તેની સેન્સર ઓફ હ્યુમર અને તેનું સો ટકા ડેડિકેશન હતું. ટીમ ઇન્ડિયામાં તેને હંમેશાં એ માટે શ્રેય નથી મળ્યું, પણ આ ફિલ્મે તેની ભરપાઈ કરી છે, એમ ગાવસકરે કહ્યું હતું.
અમે શો શરૂ થવા પહેલાં યશપાલની યાદમાં એક મિનિટ મૌન પાળ્યું હતું. અમે શો દરમ્યાન તેને કેટલીય વખતે મિસ કર્યો હતો. તેને હિન્દી ફિલ્મો જોવાનો બહુ શોખ હતો, અમે ત્યારે તેને હેરાન કરતા, તે અમારી સાથે હંમેશાં રહેશે. તેનો પરિવાર હવે અમારા પરિવાર જેવો છે, એમ સંધુએ કહ્યું હતું.
શર્માએ 1983ના વર્લ્ડ કપની આઠ મેચોમાં 240 રન બનાવ્યા હતા. કેપ્ટન કપિલ દેવની સાથે પૂરી ટીમ મુંબઈમાં પીવીઆર-અંધેરીમાં ‘83’ની સ્ક્રિનિંગમાં હાજર હતી.