હરભજન સિંહ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો

ચંડીગઢઃ અનુભવી ઓફ્ફ-સ્પિનર હરભજન સિંહે સ્પર્ધાત્મક ક્રિકેટ રમતની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની આજે જાહેરાત કરી છે. આ સાથે જ તેણે પોતાની 23 વર્ષ લાંબી કારકિર્દી પર પડદો પાડી દીધો છે.

હરભજન સિંહે ભારત વતી 103 ટેસ્ટ મેચોમાં 417 વિકેટ લીધી હતી. તે ઉપરાંત એણે 236 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 269 અને 28 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 25 વિકેટ લીધી હતી. તે 163 આઈપીએલ મેચોમાં પણ રમ્યો છે જેમાં તેણે 150 વિકેટ લીધી હતી. હરભજન સિંહના પરિવારમાં પત્ની ગીતા અને બે બાળકો છે – પાંચ વર્ષની પુત્રી હિનાયા હીર પ્લાહા અને પાંચ મહિનાનો પુત્ર જોવન વીર સિંહ પ્લાહા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]