વિશ્વ કપની ભારત-પાક મેચ પહેલાં ફેન્સની બોયકોટની ધમકી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મેચ પહેલાં ભારતના ક્રિકેટ ફેન્સે બોયકોટ કરવાની ધમકી આપી છે. આ વાત એટલા માટે ક્રિકેટપ્રેમીઓ તરફથી કરવામાં આવી રહી છે, કેમ કે અત્યાર સુધી ભારતીય સૈનિકો પર પાકિસ્તાન તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. એને કારણે દેશના જવાનોએ જીવ ગુમાવ્યા છે. બંને ટીમો વચ્ચે મેચ ગુજરાતના અમદાવાદમાં શનિવારે રમાવાની છે. બંને વચ્ચે વિશ્વ કપમાં આ સૌપ્રથમ વાર ટક્કર છે.

ભારત વિશ્વ કપને કારણે પાકિસ્તાની ક્રિકેટરો, પત્રકારો અને ત્યાંના ફેન્સ સ્વાગત કરી રહ્યા છે. આ વાત ફેન્સને હજમ નથી થઈ રહી. હજી હાલમાં 13 સપ્ટેમ્બરે બરાબર એક મહિના પહેલાં અનંતનાગ જિલ્લાના કોકેરનાગ ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના કમાન્ડિંગ ભારતીય સેનાના એક કર્નલ, એક મેજર અને એક પોલીસ અધિકારી શહીદ થયા હતા. આ વિષયે વિવાદ વધ્યો છે કે શું ક્રિકેટ અને રાજકારણ અથવા આંતરરાષ્ટ્રીય સંબંધોને અલગ રાખવા જોઈએ? હાલમાં ભારત આવેલા પાકિસ્તાની ક્રિકેટરોનું ઉમળકાભેર સ્વાગત થયું હતું.જે સોશિયલ મિડિયા પર ઘણું વાઇરલ થયું છે. આ વિડિયોને જોતાં ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને છે.

આના પર એક ફેન્સે કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ હુમલા કરી રહ્યા હતા, ત્યારે ભારતે સ્વાગત-સત્કાર નહીં કરવા જોઈએ. ભારત દેશના જવાન, પોલીસ ફોર્સ પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આવા સ્વાગત નહીં થવા જોઈએ.

શનિવારે થનારી મેચ પહેલાં થઈ રહેલા શોમાં અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિન્દર સિંહ પર્ફોર્મ કરવાના છે. એનું આયોજન BCCI કરવાનું છે. જેથી ફેન્સ લાલચોળ છે. હવે ફેન્સે મિડિયા પર મેચને બોયકોટ કરવાની ધમકી આપી રહ્યા છએ. યુઝરે લખ્યું છે કે BCCI અને જય શાહ પાકિસ્તાનનું સન્માન કેમ કરી રહ્યા છે?

એક યુઝરે લખ્યું છે કે ક્રિકેટ મેચ જવાનોથી મોટી નથી. પાકિસ્તાન આ સન્માનને લાયક નથી.

અન્ય યુઝરે લખ્યું છે કે અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિન્દર સિંહને શરમ આવવી જોઈએ અને રૂપિયા લઈને તેમણે પાકિસ્તાન માટે ગીતો ગાવાં જોઈએ.