ઇંગ્લેન્ડ 218 રનમાં ઓલઆઉટ, ભારતના 56 રન

ધર્મશાલાઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની પાંચમી ટેસ્ટ મેચનો આજે પહેલો દિવસ છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે પ્રારંભ સારો કર્યો હતો, પણ કુલદીપ યાદવે પૂરી મેચ પલટી કાઢી હતી.ભારતે પણ અત્યાર સુધી વિના વિકેટે 56 રન બનાવી લીધા હતા.

ઇંગ્લેન્ડની ટીમ એક સમયે મેચના પહેલા દિને બહુ જબરદસ્ત ફોર્મ બતાવી રહી હતી, પણ પછી આઠ રનોની અંદર ઇંગ્લેન્ડની ટીમ પાંચ વિકેટ પડી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટ (27) અને જેક ક્રાઉલી (79)ની સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 64 રન બનાવ્યા હતા.

અહીંથી કુલદીપ યાદવનો જાદુ શરૂ થયો તેણે બેન ડકેટને આઉટ કર્યો, એ પછી તેણે ઓલી પોપ (11)ને જાળમાં ફસાવીને આઉટ કર્યો હતો. આ પ્રકારે ટીમે બે વિકેટે 137 રન બનાવી લીધા હતા. ત્યારે યાદવે કાઉલીના રૂપમાં ત્રીજી વિકેટ લીધી હતી. એ પછી 175ના સ્કોરે 100મની ટેસ્ટ રમતાં જોની બેરિસ્ટો (29)ને યાદવે આઉટ કર્યો હતો. ત્યાર બાદ જો રૂટ (26) અને બેન સ્ટોક્સ (0)ને રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આઉટ કર્યા હતા. બેન સ્ટોક્સને આઉટ કરતાં યાદવે પાંચ વિકેટ પૂરી કરી હતી.

ત્યાર બાદ અશ્વિનનનો જાદુ ચાલ્યો હતો. તેણે 183 પર ટોમ હાર્ટલે (6) અને પછી માર્ક વુડ (0)ને આઉટ કર્યા. એટલે કે 175ના સ્કોરથી 183 સુધી આઠ રનોમાં ઇંગ્લેન્ડે પાંચ વિકેટ પડી હતી.

 

 

 

ફર