નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (DC)નો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર હાલ સારા ફોર્મમાં છે અને તેણે IPL 2022માં અત્યાર સુધી 427 રન બનાવ્યા છે, જે આ વર્ષના સૌથી વધુ રનોની યાદીમાં ત્રીજા ક્રમે છે. DCએ પંજાબ કિંગ્સને 14 રને હરાવ્યું હતું અને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં 159 રન બનાવ્યા હતા, જેમાં વોર્નર પહેલા બોલે આઉટ થયો હતો.
વોર્નર તેના ઓપનિંગ પાર્ટનર સરફરાઝ ખાન સાથે મેદાનમાં ઊતર્યો હતો અને લેગ સ્પિનર લિવિંગસ્ટોન સામેની પહેલી ઓવરમાં મેચ શરૂ થાય એ પહેલાં તેણે ખાનને કહ્યું હતું કે તે સ્ટ્રાઇક લેવા માગે છે, પણ વોર્નર પહેલા બોલે જ બેકવર્ડ પોઇન્ટ પર રાહુલ ચહેરને કેચ આપી દીધો હતો. આમ વોર્નરે આવતાની સાથે જ જાતે કુહાડી પર પગ માર્યો હતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
Hence proved, David Warner 𝐅𝐈𝐑𝐄 hai 🔥#YehHaiNayiDilli | #IPL2022 | #DCvSRH | @davidwarner31 | #TATAIPL | #IPL | #DelhiCapitals | #Pushpa pic.twitter.com/0njDVwJqVZ
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2022
જોકે આ મેચ દિલ્હી એ 14 રનથી જીતી લીધી હતી અને પોઇન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમમાં આવી હતી. દિલ્હીએ હવે પ્લેઓફમાં સ્થાન પાકું કરવા માટે એની લીગની મેચ જીતવી જરૂરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર હવે દિલ્હી મુખ્ય હરીફ ટીમ છે, જે પણ પ્લેઓફ સ્થાન મેળવી શકે છે, પણ RCBનો NRR નકારાત્મક છે, જ્યારે DCનો NRR ઘણો સારો છે. દિલ્હી છેલ્લી લીગ મેચ જીતીને પ્લેફઓફમાં એનું સ્થાન પાકું કરી શકે છે.