ક્રિકેટ વર્લ્ડ કપ-2023: 10માંથી 7 દેશે ટીમ જાહેર કરી છે

મુંબઈઃ આઈસીસી યોજિત ODI ક્રિકેટ વર્લ્ડ કપ-2023 સ્પર્ધા આવતી પાંચ ઓક્ટોબરથી ભારતમાં રમાવાની છે. આ સ્પર્ધામાં 10 ટીમ ભાગ લેવાની છે અને અત્યાર સુધી એમાંના 7 દેશોએ એમની કામચલાઉ ટીમની જાહેરાત કરી દીધી છે. આમાં યજમાન ભારતનો સમાવેશ થાય છે.

પાંચ ઓક્ટોબરે પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ વેળાની (2019ની) ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આઈસીસીનો નિયમ છે કે વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ દેશોએ 28 સપ્ટેમ્બર પહેલાં એમની 15-સભ્યોની ટીમની જાહેરાત કરી દેવાની રહેશે. એ તારીખ પછી ખેલાડીઓની બદલી કરવા દેવામાં નહીં આવે. માત્ર આઈસીસી બોર્ડની મંજૂરી હશે તો જ પરવાનગી અપાશે.

કામચલાઉ ટીમ ઘોષિત કરનાર દેશો છેઃ

ઈંગ્લેન્ડ

ભારત

દક્ષિણ આફ્રિકા

ઓસ્ટ્રેલિયા

નેધરલેન્ડ્સ

ન્યૂઝીલેન્ડ

અફઘાનિસ્તાન

(પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા દ્વારા જાહેરાત બાકી છે)

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, અક્ષર પટેલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

ઈંગ્લેન્ડ ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો (વિકેટકીપર), સેમ કરન, લિયમ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ (વાઈસ કેપ્ટન, વિકેટકીપર) ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ડેરિલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટીમ સાઉધી, વિલ યંગ.

ઓસ્ટ્રેલિયા ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શોન એબટ, એશ્ટન એગર, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝેમ્પા, મિચેલ સ્ટાર્ક.

દક્ષિણ આફ્રિકા ટીમઃ ટેમ્બા બવૂમા (કેપ્ટન), જેરાલ્ડ કૂટ્જા, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રિક્સ, માર્કો યાનસન, હેનરિક ક્લાસેન, સિસાન્ડા મગાલા, કેશવ મહારાજ, એડન મારક્રમ, ડેવિડ મિલર, લુન્ગી એનગિડી, એનરિક નોર્ખિએ, કેગિસો રબાડા, તબરેઝ શામ્સી, રાસી વાન ડેર ડસન.

નેધરલેન્ડ્સ ટીમઃ સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન, વિકેટકીપર), કોલિન એકરમેન, વેસ્લી બરેસી, બાસ ડ લીડે, આર્યન દત્ત, સાઈબ્રેન્ડ એન્ગલપ્રેક્ટ, રાયન ક્લાઈન, એન. અનિલ તેજા, મેક્સ ઓ’ડાઉડ, સાકિબ ઝુલ્ફીકાર, શારિઝ એહમદ, લોગન વેન બીક, રુલોફ વેન ડર મર્વ, પોલ વેન મીકરેન, વિક્રમજીતસિંહ.

અફઘાનિસ્તાન ટીમઃ હશમતઉલ્લાહ શહીદી (કેપ્ટન), ઈબ્રાહિમ ઝદરાન, રેહમાનઉલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), રેહમત શાહ, નજીબઉલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતઉલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, નૂર એહમદ, મુજીબ-ઉર-રેહમાન, ફઝલહક ફારુકી, નવીન-ઉલ-હક, રિયાઝ હસન.