લંડનઃ ઓસ્ટ્રેલિયા ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો સામનો કરવા તૈયારી કરી રહ્યું છે, પણ એ અનિશ્ચિત છે કે જાડેજા કે સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટીમ ઇન્ડિયાની ઇલેવન ટીમમાં સામેલ છે કે નહીં. સાત જૂને ટીમ ઇન્ડિયા સામે ઓવલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વ્યવસ્થિત દેખાઈ રહી છે, જ્યારે ટીમ ઇન્ડિયાની બોલિગ આક્રમણને લઈને હજી અસમંજસતા છે.
ટીમ ઇન્ડિયાએ હાલમાં બોર્ડર-ગાવસકર ટ્રોફીની શૃંખલામાં ત્રણ સ્પિનરોનો ઉપયોગ કર્યો હતો. એ સિરીઝમાં અશ્વિને (25) વિકેટ તો જાડેજાએ (22) વિકેટ લઈને ઉત્ત્ષ્ટ દેખાવ કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ એ સિરીઝ 2-1થી જીતી લીધી હતી. જોકે જાડેજા અને અશ્વિન ન્યુ ઝીલેન્ડની સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હારનારી ટીમ ઇન્ડિયામાં સામેલ થવા પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. જોકે આ વખતે એ જોવું રસપ્રદ રહેશે કે ટીમ ઇન્ડિયાના પસંદગીકારો ટીમમાં બેઉ જણની પસંદ કરે છે કે કોઈ એકને તક આપે છે.
જોકે આ મેચમાં ટીમ ઇન્ડિયા વતી ઝડપી આક્રમણ માટે મોહમ્મદ શમી અને મોહમ્મદ શમી નવી બોલથી પ્રારંભ કરશે, જ્યારે ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ પણ શાર્દૂલ ઠાકુરની સાથે મેદાનમાં છે. ઓસ્ટ્રેલિયાના મદદનીશ કોચ ડેનિયલ વિટ્ટોરીએ ખુલાસો કર્યો હતો કે આ મેચમેં ટીમ ઇન્ડિયાની ટીમ કઈ હશે એને લઈને કોચિંગ ગ્રુપમાં ઘણો વિચારવિમર્શ તો હતો. મને લાગે છે કે જાડેજાને બેટિંગને કારણે રમાડવામાં આવશે અને તે છઠ્ઠા ક્રમે કેટલો સફળ થશે તે જોવું રસપ્રદ રહેશે?
