નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યઝુવેન્દ્ર ચહલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડેમાં 49 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જેની મદદથી ટીમ ઇન્ડિયાને ત્રણ વનડે મેચોની સિરીઝમાંની પહેલીમાં વેસ્ટ ઇન્ડિઝને સીમિત સ્કોર રાખવામાં મદદ કરી હતી, જેથી યજમાન ટીમ મેચ જીતવા સફળ રહી હતી અને સિરીઝમાં 1-0થી આગળ રહી હતી. ચહલે કહ્યું હતું કે તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કરેલા દેખાવનું પુનરાવર્તન કર્યું હતું.
જ્યારે હું દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો, એ પછી મં મારી રમત ત્રણથી ચાર વખત જોઈ હતી અને મેં શું કઈ ખામી હતી, જે જોઈને અમારા બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સર સાથે વાત કરી હતી અને જે ખામી હતી, એ મેં સુધારી હતી, એમ તેણે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું.
વાશીએ બે વિકેટ લીધા પછી પ્રવાસી ટીમ પર દબાણ આણ્યું હતું. જ્યારે મેં એનો સ્પેલ જોયો, ત્યારે મને માલૂમ પડ્યું હતું કે પિચ ટર્ન લઈ રહી છે. જો તમે પિચ પર બોલ ફ્લાઇટ કરો તો એ પિચ પર રમવું સરળ નહોતું, જેથી મેં રોહિત અને વિરાટ સાથે વાત કરી હતી અને આ પિચ પર પેસ મહત્ત્વની છે, એમ તેણે કહ્યું હતું.
મારી ધીમી ઝડપ આ પિચ પર કામ નહીં આવે, કેમ કે બોલ ઝડપથી ટર્ન થઈ રહ્યો હતો. મેં મારી વ્યૂહરચના બદલી હતી અને મેં મારી બોલિંગની સ્પીડ વધારવા સાથે મિડલ અને ઓફ પર એટેક કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી મને સફળતા મળી હતી, એમ તેણે કહ્યું હતું.
આ સાથે યઝુવેન્દ્ર ચહેલે આ વનડેમાં ઝડપથી 100 વિકેટ પૂરી કરી હતી અને તે આવું કરનાર પાંચમો ભારતીય હતો. જ્યારે તે બીજો સ્પિન બોલર હતો.