હસન અલીની કેચ છોડવાની ભૂલ પાકિસ્તાનને ભારે પડીઃ બાબર

દુબઈઃ ક્રિકેટમાં કહે છે કે કેચ પકડો, મેચ જીતો. હસન અલી આ વાત બહુ સારી રીતે સમજતો હશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગઈ કાલે રમાયેલી સેમી ફાઇનલની 19મી ઓવરમાં મેથ્યુ વેડનો કેચ હસન અલીએ છોડ્યો હતો. જે પછી વેડે શાહિન શાહ અફરિદીની ઓવરમાં ત્રણ છગ્ગા મારીને મેચને પૂરી કરી હતી. જેથી પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ આ હાર પછી ઘણી નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે એ મેચનો ટર્નિંગ પોઇન્ટ હતો.

જોકે કેચ તો ઓસ્ટ્રેલિયાએ પણ છોડ્યા હતા અને એને લીધે પાકિસ્તાનનો સ્કોર 176 સ્કોર સુધી પહોંચ્યો હતો. જોકે પાકિસ્તાનને કેચ છોડવા સાથે એને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું હતું.

મેચ પૂરી થયા પછી બાબરે કહ્યું હતું કે અમે સારી બેટિંગ કરી હતી અને અમે સારો ઊભો કર્યો હતો, પણ ઓસ્ટ્રેલિયાને અમે કેચ છોડીને તક આપી દીદી હતી. તેણે હસન અલીના કેચનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. જો કેટ પક્ડયો હતો  અને નવો બેટ્સમેન ક્રીઝ પર આવ્યો હોત તો તેના માટે બેટિંગ કરવી સરળ ના હોત.

હસન અલીના કેચ છોડવા સાથે પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ 2021ની સફર પૂરી થઈ હતી. પાકિસ્તાનને ઓશ્ટ્રેલિયાને હાથે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના વર્લ્ડ કપના દેખાવ અંગે કેપ્ટને કહ્યું હતું કે અમે ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો હતો, જેનાથી હું સંતુષ્ટ છુંય આ પછી અમે આવી ભૂલોથી શીખીશું અને આગળ વધીશું.