એશિયન ગેમ્સ-2023: પારુલ (દોડ), અન્નુ રાની (ભાલાફેંક)એ ગોલ્ડ જીત્યો

હાંગ્ઝોઃ ભારતની પારુલ ચૌધરી આજે ઈતિહાસ સર્જ્યો છે. એણે એશિયન ગેમ્સમાં મહિલાઓની 5,000 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ રેસ જીતનાર તે પહેલી ભારતીય મહિલા બની છે. વર્તમાન એશિયાડમાં પારુલનો આ બીજો મેડલ છે. એણે 3,000 સ્ટીપલચેઝ દોડમાં રજત ચંદ્રક જીત્યો હતો. પારુલે 15:14.75 ના સમય સાથે ગોલ્ડ જીત્યો છે. સિલ્વર જાપાનની અને બ્રોન્ઝ કઝાખસ્તાનની રનરે જીત્યો હતો.

અન્નુ રાનીએ ગોલ્ડ મેડલ જીત્યો

ભારતની અન્નુ રાનીએ મહિલાઓની ભાલાફેંક રમતમાં 62.92 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંકીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

ભારતે આજના દિવસે બે સુવર્ણ, બે રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ભારતીય સંઘ કુલ 15 સુવર્ણ, 26 રજત, 28 કાંસ્ય સહિત કુલ 69 મેડલ્સ સાથે યાદીમાં ચોથા ક્રમે છે. ચીન, જાપાન અને કોરિયા પછી ભારત આવે છે.