એશિયા કપ ક્રિકેટ-2021 સ્પર્ધા 2023 સુધી મુલતવી

મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના એક્ઝિક્યૂટિવ બોર્ડે એશિયા કપ સ્પર્ધાની 2021ની આવૃત્તિને 2023ની સાલ સુધી મુલતવી રાખી દીધાની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે.

કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે એશિયા કપ, જે ગયા વર્ષે યોજાવાની હતી, તેને આ વર્ષ માટે મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ આ બીમારી હજી ફેલાતી રહી હોવાને કારણે સ્પર્ધાને 2023 સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.