એશિયન ગેમ્સ 2018: ટ્રિપલ જમ્પમાં અરપિન્દર સિંહે ગોલ્ડ જીત્યો

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 11મા દિવસે ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. પુરુષોની ટ્રિપલ જમ્પ રમતમાં, અરપિન્દર સિંહે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

48 વર્ષ પછી આ રમતમાં ભારતે પહેલી વાર ગોલ્ડ જીત્યો છે. વર્તમાન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે જ્યારે કુલ ગોલ્ડ મેડલ્સની સંખ્યા 10 પર પહોંચી છે.

કુલ પાંચ અટેમ્પ્ટ્સમાં અરપિન્દર એના બેસ્ટ અટેમ્પ્ટવાળા 16.77 મીટર જમ્પ સાથે નંબર-વન પર રહ્યો હતો.

અરપિંદરે ત્રીજા પ્રયાસમાં બેસ્ટ જમ્પ લગાવ્યો હતો. શરૂઆતમાં એણે ફાઉલ કર્યો હતો. બીજા પ્રયાસમાં 16.58 મીટરનો જમ્પ લગાવ્યો હતો. ચોથા અને પાંચમા પ્રયાસમાં પણ એણે ફાઉલ કર્યો હતો.

રજત ચંદ્રક ઉઝબેકિસ્તાનના એથ્લીટે 16.62 મીટર અને કાંસ્ય ચંદ્રક ચીનના એથ્લીટે 16.56 મીટર લાંબો જમ્પ લગાવીને જીત્યો હતો.

એશિયાડમાં ટ્રિપલ જમ્પમાં ભારતને ગોલ્ડ અપાવનાર એથ્લીટ્સઃ

1958: મોહિન્દર સિંહ – 15.62 મીટર (ગેમ્સ રેકોર્ડ)

1970: મોહિન્દર સિંહ ગિલ – 16.11 મીટર (ગેમ્સ રેકોર્ડ)

2018: અરપિન્દર સિંહ – 16.77 મીટર (ગેમ્સ રેકોર્ડ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]