મુંબઈ: રંગભૂમિ હોય કે સિરિયલ કે હવે ઉમેરાયેલું OTT, મુંબઈના કલાકાર, લેખક, દિગ્દર્શક પોતાની આગવી છાપ છોડી જતાં હોય છે. મુંબઈ દરેક તેજસ્વી કલાકારને પોતાની સ્પેસ આપે છે.‘મસાલા મામી’, ‘એક રૂમ રસોડું’ જેવાં નાટકોના લેખક તથા વાર્તાકાર જયેશ મહેતા તથા ૮૨ જેટલા નાટકો તથા ‘સો દહાડા સાસુના’, ‘પ્રીત પિયુ ને પન્નાબેન’ જેવી સિરિયલોના અદાકાર તથા ડબિંગ આર્ટિસ્ટ તરીકે ખાસ્સી ઊંચાઈએ પહોંચનાર વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાન આ વખતે ‘ઝરૂખો’માં સંજય પંડ્યા સાથે સંવાદ કરશે.