શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી તેમની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શુક્રવારે તેઓએ એક પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ પ્રસંગે એવી ઘટના બની કે શાહિદ કપૂરને સ્ટેજ છોડી દેવાની ફરજ પડી હતી.

શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બંને કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. શુક્રવારે શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી બંને મુંબઈમાં ‘ઓ રોમિયો’ના નવા ગીત “પાન કી દુકાન” ના લોન્ચ ઇવેન્ટમાં પહોંચ્યા હતાં. આ ઇવેન્ટને કારણે હોબાળો પણ થયો હતો. ચાહકોના કારણે શાહિદ કપૂરને સ્ટેજ છોડવું પડ્યું. જાણો શું છે આખો મામલો.
ઈવેન્ટ દરમિયાન શાહિદ ચાહકોની ભારે ભીડથી ઘેરાઈ ગયો હતો. મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં શાહિદ અને તૃપ્તિ મીડિયા પ્રતિનિધિઓ અને અસંખ્ય ચાહકો સાથે હાજર હતા. ભીડ સાથે વાતચીત કરતી વખતે શાહિદે કેટલાક ચાહકોને તેના નવા ગીત પર નૃત્ય કરવા માટે સ્ટેજ પર આમંત્રણ આપ્યું. જોકે, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ જ્યારે આમંત્રિત ચાહકો ઉપરાંત વધુ લોકો સ્ટેજ પર આવ્યા. જેના પરિણામે સ્ટેજ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ. આ ભીડે શાહિદને ઘેરી લીધો હતો.
View this post on Instagram
ભીડને કાબુમાં લેવા માટે સિક્યુરેટીએ સ્ટેજ પર આવવું પડ્યું. શાહિદ કપૂરને સ્ટેજ છોડવું પડ્યું. પરિસ્થિતિ શાંત થયા પછી શાહિદ કપૂર સ્ટેજ પર પાછો ફર્યો. આ હોબાળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરિસ્થિતિ શાંત થયા પછી કાર્યક્રમ ફરી શરૂ થયો. શાહિદ કપૂર સ્ટેજ પર પાછો ફર્યો અને તેના ગીત પર ડાન્સ કર્યો. કાર્યક્રમના અંતે તેણે ચાહકોનો આભાર માન્યો. તેણે કહ્યું, “આભાર મિત્રો, તમે અદ્ભુત છો.”
‘ઓ રોમિયો’ ક્યારે રિલીઝ થશે?
‘ઓ રોમિયો’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જે 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નાના પાટેકર, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, દિશા પટણી, વિક્રાંત મેસી અને ફરીદા જલાલ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.


