નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે એવો દાવો કર્યો હતો કે તેના નેતાઓ આઝાદીની લડત દરમિયાન જેલમાં ગયા હતા, ત્યારે કોંગ્રેસે તેને ખોટો દાવો ઠેરવ્યો હતો. કોંગ્રેસે કહ્યું છે કે ભારત છોડો આંદોલન દરમિયાન RSSના નેતાઓએ અંગ્રેજોને મદદ કરી હતી.
કોંગ્રેસે બુધવારે સત્તવાર X હેન્ડલ પર કહ્યું હતું કે 1942માં અંગ્રેજો સામે શરૂ થયેલા ‘ભારત છોડો આંદોલન’માં જ્યારે આખો દેશ જેલ જઈ રહ્યો હતો, ત્યારે RSS આ આંદોલનને દબાવવા અંગ્રેજોને મદદ કરી રહ્યો હતો.
કોંગ્રેસનું કહેવું છે કે RSS માટે તે સમયનો એક નારો ખૂબ પ્રચલિત હતો—જે દેશભક્ત હતા તેઓ જંગમાં ગયા, જે ગદ્દાર હતા તેઓ સંઘમાં ગયા. કોંગ્રેસે એ પણ કહ્યું છે કે RSS એવું સંગઠન છે જેના એક પણ નેતા આઝાદીની લડત દરમિયાન જેલમાં ગયા ન હતા અને આ સંગઠન મહાત્મા ગાંધી, ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા દેશભક્તો અને ક્રાંતિકારીઓને અરાજક કહીને બ્રિટિશ શાસનના પક્ષમાં કામ કરતું હતું.
RSS देश को बांटने वाला संगठन: आजादी के वक्त जिसके नेता न जेल गए, न अंग्रेजों ने लगाया कभी प्रतिबंध
1942 में अंग्रेजों के खिलाफ शुरू हुए ‘भारत छोड़ो आंदोलन’ में जब पूरा देश जेल जा रहा था, तब RSS इस आंदोलन को दबाने में अंग्रेजों की मदद कर रहा था।
RSS की इस गद्दारी पर एक नारा…
— Congress (@INCIndia) October 1, 2025
કોંગ્રેસના જણાવ્યા મુજબ RSSએ 100 વર્ષમાં એક પણ એવું કામ નથી કર્યું, જેનાથી દેશને કોઈ રીતે ફાયદો થયો હોય. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઘણી વખત RSS પર હુમલો કરી ચૂક્યા છે.
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આરએસએસની 100 વર્ષની ગૌરવશાળી યાત્રા ત્યાગ, નિસ્વાર્થી સેવા, રાષ્ટ્ર નિર્માણ અને અનુશાસનનું એક અદભૂત ઉદાહરણ છે. તેમણે કહ્યું કે અમારા સ્વયંસેવકો એ સદ્દભાગ્યે એ પેઢીના છે જેમને આરએસએસના શતાબ્દી વર્ષની સાક્ષી બનવાની તક મળી છે.
