છેલ્લાં ચાર વર્ષમાં પરીક્ષા પે ચર્ચા પર રૂ. 64 કરોડનો ખર્ચ થયો

નવી દિલ્હીઃ પ્રતિ વર્ષ બોર્ડ એક્ઝામથી પહેલાં વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે સરકાર તરફથી વર્ષ 2018માં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરવામાં આવી હતી. હાલમાં આ કાર્યક્રમની આઠમી આવૃત્તિ દિલ્હીના ભાર મંડપમમાં આયોજિત થઈ હતી. આ કાર્યક્રમમાં શિક્ષકોની સાથે સેલિબ્રિટીઝમાં આવવા પર ખર્ચ થયો હતો.

પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ છે. સરકાર દ્વારા 2018માં દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી હતી અને તે પહેલનું નામ પરીક્ષા પે ચર્ચા છે. તાજેતરમાં જ આ કાર્યક્રમની 8મી આવૃત્તિ દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ કાર્યક્રમમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને સંબોધન કર્યું હતું.

શિક્ષણ મંત્રાલયે લોકસભામાં કહ્યું છે કે વર્ષ 2020થી 2024 દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે કુલ 64.38 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ કાર્યક્રમ પાછળના ખર્ચમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. 2020માં આ કાર્યક્રમ પાછળ બહુ ઓછો ખર્ચ થયો હતો. ત્યારે શિક્ષણ મંત્રાલયે 5.69 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વર્ષ 2021માં ખર્ચની રકમ નજીવી વધીને 6 કરોડ થઇ હતી.

જોકે વર્ષ 2022માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પાછળનો ખર્ચ ઘણો વધી ગયો હતો. તે વર્ષે કુલ ખર્ચ 8.16 કરોડ રૂપિયા હતો, પરંતુ 2023માં આ ખર્ચમાં વધારો ઘણો વધારે હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ છે. 2023માં આ કાર્યક્રમ પાછળ 27.70 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. 2024માં ખર્ચની રકમ ઘટીને 16.83 કરોડ રૂપિયા થઇ હતી.