વડાપ્રધાન મોદીએ ભારતીય હોકી ટીમને ફોન કરી અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડલ લઈને આવી છે. હરમનપ્રીતની આગેવાનીમાં ટીમ હોકીએ પેરિસ ઓલિમ્પિકમાં ફ્રાન્સને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ખુશીના આ પ્રસંગે પીએમ મોદીએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમના ખેલાડીઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ હરમનપ્રીતને ‘સરપંચ સાહેબ’ કહીને સંબોધન કરતાં સૌ ખેલાડીઓ હસી પડ્યા હતા. PMએ શ્રીજેશ સાથે પણ વાત કરી હતી અને વખાણ કર્યા હતા. PMએ શ્રીજેશને ટકોર કરી હતી કે તમે સંન્યાસ જાહેર કર્યું છે પણ તમારે નવી ટીમ તૈયાર કરવી પડશે.પીએમ મોદીએ કહ્યું કે એક સિદ્ધિ જે આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. તે વધુ ખાસ છે કારણ કે તે ઓલિમ્પિકમાં તેમનો સતત બીજો મેડલ છે. તેમનો સફળતા તેમના કૌશલ્યને કારણે મળી છે, આ દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે અને ખેલાડીઓને અભિનંદન અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પર લખ્યું, “પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમારી હોકી ટીમને હાર્દિક અભિનંદન. આ પાંચ દાયકાથી વધુ સમય પછી છે જ્યારે ભારતે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટીમ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. તેનું પુનરુત્થાન આ ટીમ દ્વારા દર્શાવવામાં આવેલ સાતત્ય, કૌશલ્ય અને લડાઈની ભાવના મહાન છે.