મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકની પોલિસી બેઠક પહેલા ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા હતા. MPC આજે પણ વર્તમાન વ્યાજ દર જાળવી રાખે તેવી અપેક્ષા છે. સવારે 9:20 વાગ્યે, BSE સેન્સેક્સ 320 પોઈન્ટ ઘટીને 79,151 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 67 પોઈન્ટ ઘટીને 24,230 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે સૌથી વધુ ઘટાડો આઈટી અને મેટલ શેર્સમાં જોવા મળ્યો હતો, આ સાથે જ ઈન્ફોસિસ, એલટીઆઈ માઇન્ડટ્રી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યે RBI ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સમાં બેઠકમાં જણાવશે કે આરબીઆઈ રેપો રેટ 6.5% પર યથાવત રહેશે કે નહીં.