ઓલા, ઉબર, રેપિડો ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે વધારાના પૈસા?

નવી દિલ્હીઃ ટેક્નોલોજી અને સુવિધાઓ આવતા બધું સરળ થઈ ગયું છે. હવે આપણે એ માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છીએ. કંઇક આવું જ કેબ એગ્રીગેટર્સ (Cab Aggregators) સાથે પણ છે. આજે આપણે વાત કરીશું કે કેવી રીતે બે મિનિટ અને પાંચ મિનિટમાં ટેક્સી મળવાની પાછળ ગ્રાહકોની ખિસ્સાં ખાલી થઈ રહી છે.

ઓલા, ઉબર હોય કે રેપિડો – આ કેબ પ્રોવાઇડર્સ પોતાની રીતે ટેક્સીના ચાર્જ નક્કી કરે છે. ઘણી વખત એવું બને છે કે સામાન્ય રીતે 5–6 કિમી અંતર માટે 100 રૂપિયામાં મળતી કેબ અચાનક જ 200 રૂપિયામાં મળે છે. ‘ઓછી કિંમત, તરત ઉપલબ્ધતા’ની નીતિ પર ચાલતા આ ટેક્સી એપ્સ ગ્રાહકની મજબૂરી જાણે છે અને પ્રાઇસ સર્જ (Price Surge)ને નામે બે-ત્રણ ગણા સુધી ભાડું વસૂલ કરે છે.

શું ખરેખર આ એપ્સ, લોકલ ઓટો અને ટેક્સી કરતાં મોંઘી છે? અને ડિસ્કાઉન્ટ-ઓફર અને હિડન ચાર્જને નામે ગ્રાહકો પાસેથી વધારે પૈસા વસૂલ કરે છે? ચાલો સમજીએ…

પીક-આવરમાં બે ગણા બેઝ ફેર

ગયા વર્ષ સુધી ઓલા-ઉબર-રેપિડો પીક આવરમાં ફક્ત 1.5 ગણા સુધી ચાર્જ કરી શકતા હતા, પરંતુ નવી Motor Vehicles Aggregator Guidelines (MVAG 2025) હેઠળ હવે તેઓ બે ગણા સુધી ચાર્જ કરી શકે છે. એટલે કે પ્લેટફોર્મને પરવાનગી છે કે પીક આવરમાં  બેઝ ફેર બે ગણું લેવાની.

કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જ પીક આવર સર્જ પ્રાઇસને કાનૂની માન્યતા આપી છે. ગેર-પીક સમયમાં પણ ઓછામાં ઓછું 50 ટકા બેઝ ફેર લેવાની છૂટછાટ છે. પરિણામે પીક સમયમાં એ જ 100 રૂપિયાની રાઇડ હવે 200 રૂપિયા સુધી પહોંચી જાય છે. જ્યારે ઓફ-પીક સમયમાં પણ 50 રૂપિયાથી નીચે જવી મુશ્કેલ છે.